વરસાદ@ગુજરાત: સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળ્યું, 5 ઈંચ વરસાદમાં જૂનાગઢ પાણી પાણી
દામોદર કુંડમાં ઘોડાપૂર
Jul 20, 2024, 16:41 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળ્યું. જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.
આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. બીજી તરફ ધોધમાર વરસાદથી દ્વારકાનગરી જાણે ડૂબી હોય તેવા દ્દશ્યો જોવા મળી રહ્યા છે.
ગીર સોમનાથમાં પ્રભાસ તીર્થનો ત્રિવેણી સંગમ છલકાયો હતો. આજે સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી રાજ્યના 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે.