વરસાદ@ગુજરાત: આજે વહેલી સવારથી વલસાડમાં ધીમીધારે અને ભાવનગરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો

ભાવનગરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો 
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનો ચાર દિવસ વહેલું એટલે કે 11 જૂને વિધિવત આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમેધીમે રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધતુ હોય છે. પરંતુ, રાજ્યમાં વિધિવત પ્રવેશના 10 દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે.

જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં પોણા બે ઇંચ ખાબક્યો છે. તો આજે વહેલી વસારથી વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે.


વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે નોકરી પર જતા આવતાં લોકોને હાલાકી પડી રહી છે. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહત પણ મેળવી છે.

ભાવનગર શહેરમાં ગઇકાલે દિવસભર આકરી ગરમી અને બફારા બાદ રાત્રે 8 વાગ્યા આસપાસ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. પવન સાથે વરસાદ વરસતા લોકોએ દિવસભરની ગરમી બાદ રાત્રે ઠંડક અનુભવી હતી. તો રાત્રે થોડો વિરામ લીધા બાદ આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.