વરસાદ@ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું, ગણદેવીમાં 6 ઈંચ , વલસાડમાં 5 ઈંચ વરસાદ

વલસાડમાં 5 ઈંચ વરસાદ
 
વરસાદ અપડૅટ 4

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. વલસાડ અને ગણદેવીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં આજે ધોધમાર સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી અનેક રસ્તાઓ બંધ થયા છે.

તેમજ પારડીના પલસાણામાં પુલ પર એક કાર ફસાઈ હતી. જેને JCBની મદદથી સ્થાનિકોએ બહાર કાઢી હતી. ગણદેવીમાં ચાર કલાકમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

તેમજ જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે. આજે સવારે 6થી બપોરના 4 વાગ્યા સુધી રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે.