વરસાદ@ગુજરાત: 24 કલાકમાં 130 તાલુકામાં ધોધમાર પડ્યો, અહિં 11 ઈંચ વરસાદથી ચકચાર મચી

સૌથી વધુ વલસાડના કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે 
 
વરસાદ@ગુજરાત: 24 કલાકમાં 130 તાલુકામાં ધોધમાર પડ્યો, અહિં 11 ઈંચ વરસાદથી ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે.ગુજરાત રાજયમાં ગણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે,જેના કારણે પાણીજ પાણી જોવા મળી રહ્યું છે.કેટલીય જગ્યાએ તો પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, વિસાવદરમાં 8 ઈંચ અને વલસાડના પારડીમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે.ધરમપુર, ડોલવણ, વલસાડમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરાના પાદરામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ, કલ્યાણપુર, વાપી, ચીખલીમાં 3.5 ઈંચ વરસાદ, જ્યારે ભાવનગરના મહુવામાં 3, રાણાવાવમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો છે.

બીજી બાજુ, નવસારીમાં કેલિયા ડેમ 90 ટકા ભરાયો છે. કેલિયા ડેમ જિલ્લા માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ વિભાગે ડેમ માટે હાઈએલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા 23થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં કુલ 307.37 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમની સપાટી 112.55 મીટરે પહોંચી છે, ડેમ ઓવરફ્લો થવાને ફક્ત 0.85 મીટર જ બાકી છે.ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદના લીધે ડેમમાં પાણીની સારી આવક થઇ છે. કેલિયા ડેમમાંથી ગણદેવી, વાંસદા અને ચીખલી તાલુકાના 23 ગામોને પીવાના અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમ ભરાઈ જતાં એક વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે.તાપીમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક યથાવત છે. ઉકાઇ ડેમની જળસપાટી 318.79 ફૂટે પહોંચી છે. ડેમમાં આવક 54,946 ક્યૂસેક, જાવક 600 ક્યૂસેક છે. રૂલ લેવલ 333 ફુટ છે, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે. ગુજરાતમાં હજુ 2 દિવસ ધોધમાર વરસાદની આગાહી છે. આજે રાજ્યના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. આજે બે જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, ભાવનગરમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. જ્યારે અમદાવાદમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કાંઠામાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 65 ટકા વરસાદ નોંધાયો છે.