વરસાદ@અમદાવાદ: બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, ચાંદખેડા, શિવરજંની, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો

 વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. 
 
વરસાદ 1

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.  અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, ચાંદખેડા, શિવરજંની, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 15 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.


અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રે 8 વાગ્યા બાદ વરસાદ પડવાના કારણે રાત્રિના સમયે ઠંડકનું વાતાવરણ જોવા મળે છે. દિવસ દરમિયાન 42 ડિગ્રીની આસપાસ ગરમી હોય છે જેના કારણે લોકોને ગરમી અને બફારાનો સામનો કરવો પડે છે પરંતુ રાત્રિના આઠ વાગ્યા બાદ વરસાદી માહોલ સર્જાય છે જેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાય છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં બોપલ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, ચાંદખેડા, શિવરજંની, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. જેના લીધે વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે.