વરસાદ@ગુજરાત: રાજ્યમાં 150થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો, કયા કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો ?

લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ગતરોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભુક્કા કાઢ્યા છે.

હવામાન વિભાગ દ્વારા 5 જિલ્લાઓમાં ઓરેન્જ અને અન્ય જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે ગતરોજ રાજ્યમાં 150થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

સૌથી વધુ સુરતના પલસાણામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પણ લોકો ભીંજાવાની રાહ જોઈ રહ્યા હતા જે પૂરી થઈ હતી. સાંજના સમયે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.