વરસાદ@ગુજરાત: 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું
જનજીવન અસ્તવ્યસ્ત
Aug 3, 2024, 17:00 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સરરેરાશ 60 ટકા કરતાં વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે.
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યમાં 139થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.