વરસાદ@ગુજરાત: રાજ્યમાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો
આંગણવાડી, શાળા,કોલેજો અને ITI બંધ
Aug 5, 2024, 09:07 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો. મોડી રાત્રે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી પાણી જોવા મળ્યા.
ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે 5 ઓગસ્ટને સોમવારે વલસાડ, ધરમપુર અને કપારાડ તાલુકાની આંગણવાડી, શાળા,કોલેજો અને ITI બંધ રાખવામાં આવી છે.