વરસાદ@ગુજરાત: રાજ્યમાં 55થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

ભારે વરસાદની આગાહી કરવામાં આવી 
 
વરસાદ આગાહી 1

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં થોડા સમય વિરામ લીધા બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં મેઘરાજાનો ટ્વેન્ટી ટ્વેન્ટી અંદાજ જોવા મળ્યો હતો.

ભારે વરસાદ ખાબકતા મોડાસાના રસ્તાઓ પાણી પાણી થયા હતા. રાજ્યમાં કુલ 55થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની હાજરી નોંધાઈ છે. જેમાં સૌથી વધુ મોડાસામાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.