વરસાદ@ગુજરાત: આજે 119 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેરગામમાં 16 ઇંચ, નવસારીમાં પૂરની સ્થિતિ

કાવેરી નદીના કાંઠે 11 ગામમાંથી આશરે 200 લોકોને રેસ્ક્યૂ 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે.આજે 119 તાલુકામાં સૌથી વઘુ નવસારીના ખેરગામમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. 43 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નવસારીની પૂર્ણા નદી ગાંડીતૂર બનતા શહેરનો 30 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કાવેરી નદીના કાંઠે 11 ગામમાંથી આશરે 200 લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાંસદામાં બાઈક તણાતાં 2ના મોત થયાં છે.

હાલ દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. સુરત જિલ્લામાં 3 NDRF અને 5 SDRF, જ્યારે વલસાડ જિલ્લામાં 3 NDRF અને 1 SDRF ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં વલસાડમાં આશરે 1200 લોકોનું રેસ્ક્યૂ, જ્યારે સુરત શહેરમાં 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉમરગામમાં છેલ્લા 24 કલાલમાં 36 ઈંચથી વધુ વરસાદથી લોકોને છત પર રહેવાની ફરજ પડી છે.