વરસાદ@ગુજરાત: આજે રાજ્યનાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો તમારા શહેરનું વાતાવરણ વિશે

વાપીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે 2 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 3 અને 4 જુલાઈએ દક્ષિમ ગુજરાતના જિલ્લાઓમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,આ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં સરેરાશ વરસાદમાં 80 ટકાની ઘટ નોંધાઈ છે. અને રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે 1 જુલાઈએ સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વાપીમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચલા રોડ, કચીગામ રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો રેલવે અંડર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સુરતમાં ઉધના નજીક રોડ બેસી જતા એસટી બસ ખૂંપી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે.