વરસાદ@ગુજરાત: માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં જુલાઈની શરૂઆતથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. દિવસે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રાજ્યના 85થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના માંગરોળમાં છેલ્લી ચાર કલાકમાં જ સાડા સાત ઈંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
વેરાવળમાં પણ ધોધમાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા છે. બીજી તરફ સુરતના ડીંડોલી વિસ્તારમાં લગભગ 40 મીટર રોડ બેસી ગયો હતો, જેમાં વાહનો ફસાયા.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આશંકા છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દ્વારકા, જામનગર અને આણંદ પંથકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે
.

