વરસાદ@ગુજરાત: આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર

આ સાથે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા મળશે નહીં.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાદ વરસાદ વરસી રહ્યો છે.ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદનું જોર ઘટશે. જોકે, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 24 કલાક બાદ ઘટાડો જોવા મળશે. આ સાથે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા મળશે નહીં.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેલ માર્ક લો પ્રેશર, 2 ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી 5 જેટલી સિસ્ટમ સક્રિય હતી જેમાંથી હવે ફક્ત 3 સિસ્ટમ એક્વિટ રહેતા વરસાદનું જોર ઘટી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીનો 6% ઓછો વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 18% ઓછો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા અત્યાર સુધીમાં 5% વધુ વરસાદ નોંધાયો હતો.