વરસાદ@જૂનાગઢ: ભેંસાણમાં 2 કલાકમાં સવા ત્રણ ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો
ખેડૂતોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Jul 1, 2026, 17:24 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢ શહેરના અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં ગોઠણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા છે. વાહનચાલકોને કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને, ઝાંઝરડા તરફ જતા રસ્તા પર આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર માટે રસ્તો ડાયવર્ટ કરવાની નોબત આવી છે. તંત્રના અણઘડ આયોજનને લીધે પહેલા જ વરસાદમાં સ્થાનિક લોકો ભારે હેરાન-પરેશાન થતા જોવા મળી રહ્યા છે.
જૂનાગઢના ભેંસાણમાં માત્ર બે કલાકમાં સવા ત્રણ ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ પડેલા આ ધમાકેદાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ધરતીપુત્રો માટે આ વરસાદ સંપૂર્ણપણે વાવણી લાયક સાબિત થયો છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

