વરસાદ@મહેસાણા: 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો તમારા શહેરનું વાતાવરણ વિશે

વધુ 1 ઇંચ સરસ્વતીમાં અને પોણો ઇંચ પાટણમાં નોંધાયો હતો.

 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે પણ છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.

છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વચ્ચે એક ડિગ્રીના ઘટાડા સાથે સવારનું તાપમાન 26.5 ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું. જ્યારે અડધા ડિગ્રીના ઘટાડા સાથે બપોરનું તાપમાન 36.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જોકે, દિવસ દરમિયાન 50 ટકાથી વધુ પડતાં ભેજના કારણે અસહ્ય ઉકળાટ વચ્ચે 40 ડિગ્રી જેવી ગરમીનો અનુભવ થયો હતો.

17 તાલુકાનો વરસાદ નોંધાયો 

- મહેસાણા : બહુચરાજી 6, કડી અને વડનગર 2-2,

- પાટણ : સરસ્વતીમાં 1 ઇંચ, પાટણ પોણો ઇંચ, સમી 4 મીમી,

- બનાસકાંઠા : ઓગડ 2 મીમી.

- વાવ-થરાદ : ભાભર 5 મીમી,

- સાબરકાંઠા : હિંમતનગર 3, પ્રાંતિજ 2, તલોદ 1 મીમી.