વરસાદ@પંચમહાલ: ધૂળની ડમરીઓ અને ભારે તોફાની પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો

એક વિશાળ ઘટાદાર ઝાડ અચાનક ધરાશાયી થયું હતું.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતના પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ધૂળની ડમરીઓ અને ભારે તોફાની પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો.

આ તોફાની પવનની સૌથી વધુ અસર ગોધરા સિવિલ હોસ્પિટલ પરિસરમાં જોવા મળી હતી. ભારે પવન ફુંકાવાને કારણે સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ નજીક આવેલું એક વિશાળ ઘટાદાર ઝાડ અચાનક ધરાશાયી થયું હતું.

ઝાડ ધરાશાયી થવાની આ ઘટનાને પગલે ઈમરજન્સી વિભાગ પાસે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.