વરસાદ@અમદાવાદ: વરસાદે સ્માર્ટ સિટીની હાલત ખરાબ કરી નાખી, ટ્રક ઘૂસી જાય એવડો ભૂવો પડ્યો
ટ્રક ઘૂસી જાય એવડો ભૂવો પડ્યો
Updated: Jun 30, 2024, 18:10 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર પડતા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો.
ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ગોઠણ સમાં પાણી ભરાયાં છે. તો કેટલાક વિસ્તારમાં રોડ પર નદીઓ વહી રહી છે.
વરસાદી માહોલ વચ્ચે AMCના કર્મચારીઓ સાધનો સાથે હાજર રહેશે તેવી મોટી મોટી વાતો ઇજનેર વિભાગના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આજે વરસાદની વચ્ચે એક પણ કર્મચારી ક્યાંય દેખાયા નહોતા. આ સાથે જ શેલામાં ક્લબ O7 રોડ પર મસમોટો ભૂવો પડતા કુતૂહલ સર્જાયું હતું.