વરસાદ@ગુજરાત: ગુજરાતમાં ચોમાસું ચારેકોર જામ્યું, 169 તાલુકામાં વરસાદ ખાબક્યો
169 તાલુકામાં વરસાદ ખાબક્યો
Jul 3, 2024, 08:34 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું ચારેકોર જામ્યું છે. ગઈકાલ રાતના આઠ વાગ્યા સુધીમાં 169 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટતાં 10 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તો જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.