વરસાદ@ગુજરાત: દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 180થી વધુ તાલુકામાં વરસાદ
180થી વધુ તાલુકામાં વરસાદ
Jul 16, 2024, 08:59 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.
રાજ્યના 180થી વધુ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
4 જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આણંદ શહેરમાં પણ માત્ર અઢી ઈંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં કેડસમા પાણી જોવા મળ્યા હતા.