વરસાદ@ગુજરાત: નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જનજીવન અસ્તવ્યસ્ત
જનજીવન અસ્તવ્યસ્ત થયુ
Updated: Jul 24, 2024, 11:32 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આજે નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બજારોમાં નદીઓ વહેતી હોય એવું જોવા મળ્યું છે. ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો હતો.
તેમજ જામનગરના જોડિયામાં આજે 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ નોંધાયો છે.