વરસાદ@ગુજરાત: વરસાદે વિદાય લેતાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસ્યો

વડોદરા, દાહોદ, મહીસાગર અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ભાદરવામાં અષાઢ મહિનાની યાદ અપાવી દીધી હતી.
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચોમાસું હવે વિદાઈ લઇ રહ્યું છે, ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વસ્યો છે.ગુજરાતમાં વરસાદે વિદાય લેતાં લેતાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને પાણી પાણી કરી દીધું છે. સોમવારે રાત્રિના સમયે વડોદરા, દાહોદ, મહીસાગર અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ભાદરવામાં અષાઢ મહિનાની યાદ અપાવી દીધી હતી.

સોમવારે રાજ્યમાં સૌથી વધુ વલસાડના પારડીમાં પોણા પાંચ ઈંચ વરસ્યો હતો. એક તરફ વરસાદના કારણે લોકોને ભાદરવાની ગરમીમાં રાહત મળી છે તો બીજી તરફ નવરાત્રિ નજીક હોઇ તે પહેલાં જ મેઘરાજા ખમૈયા કરે અને વિદાય લે તેવી ખેલૈયાઓ અને ગરબા આયોજકો પ્રાર્થના કરી રહ્યા છે.