વરસાદ@ગુજરાત: સુરતમાં અનરાધાર વરસાદ ખાબકતા 800થી વધુ ઘર પાણીમાં
800થી વધુ ઘર પાણીમાં
Jul 23, 2024, 10:38 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગણા ગામો પાણીમાં ડૂબી ગયા છે. સુરતમાં 6થી 7 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે. જેથી ઠેર ઠેર તારાજીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
અનેક રસ્તાઓ હજી પાણીમાં ગરકાવ છે. ત્યારે ડુંભાલ વિસ્તારનાં ઘરોમાંથી હજુ વરસાદી પાણી ઓસર્યાં નથી. ઘરોમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયેલાં છે. લોકોએ જણાવ્યું હતું કે, કોઈ મદદે આવ્યું નથી.
જ્યારે સાણિયા હેમાદ ગામમાં 700 ઘર ડૂબી ગયાં છે. આથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે. ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે.