વરસાદ@ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું, ગણદેવીમાં 6 ઈંચ વરસાદ
ગણદેવીમાં 6 ઈંચ વરસાદ
Jul 14, 2024, 08:24 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક ગામો બેટમાં ફેરવાયા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું.
વલસાડ અને ગણદેવીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. વલસાડમાં ધોધમાર સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી અનેક રસ્તાઓ બંધ થયા છે. ગણદેવીમાં ચાર કલાકમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
જેથી જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ જલાલપોરનું ખરસાડ ગામ તો બેટમાં ફેરવાયું છે. ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી છે. ગતરોજ રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે.