જાહેરાત@ગાંધીનગર: આઇઆઇટીમાં આવી વિવિધ સ્પોર્ટ્સ કોચની ભરતી,રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જોબની શોધ કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે.IIT ગાંધીનગર ખાતે વિવિધ સ્પોર્ટ્સ કોટ માટેની ભરતી આવી ગઇ છે.તો જલદી અરજી કરો અને જોબ મેળવિલો.આ નોકરી કોન્ટ્રાક બેજ પર છે.નોટિફિકેશન 14 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ 2023 છે. તમને જણાવી દઇએ કે આ ભરતી 2 વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવી રહી છે. આ ભરતીમાં વિવિધ રમતો માટે કોચની પસંદગી કરવામાં આવશે.આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને માસિક 30 હજાર રૂપિયાનો પગાર ચુકવવામાં આવશે.આ સિવાય ઉમેદવારોને કેમ્પસમાં રહેવા માટે રૂમ પણ આપવામાં આવશે. આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ અરજી કર્યા બાદ પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ પાસ કરવાનું રહેશેઅરજી કરનાર ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઇએ. ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ. આ સિવાય દરેક સ્પોર્ટના કોચ માટે અલગ અલગ લાયકાત આપવામાં આવી છે જે તમે અહીં આપેલી નોટિફિકેશનમાં જોઇ શકો છો
સ્પોર્ટ્સ કોચની જગ્યા ખાલી
Athletic Coach
Badminton Coach
Basketball coach
Volleyball coach
Table Tennis coach
Squash Coach
Lawn Tennis coach
Weight Lifting coach
Gym Instructor
Yoga Instructor
ઉમેદવારોની જવાબદારીઓ
સ્ટુડન્ટ્સ અને સ્ટાફને કોચિંગ આપવાનું રહેશે
કોચિંગ પ્લાન તૈયાર કરવો
ફિઝિકલ એજ્યુકેશનના ક્લાસિસ લેવાના રહેશે
જે તે ગેમના ગ્રાઉન્ડ અને સાધનોની જાળવણી
જે તે ગેમને લગતા રેકોર્ડ્સ સાચવવાના રહેશે
આ રીતે કરો અરજી
- IIT ગાંધીનગરની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- હવે કરિયરના ઓપ્શન પર ક્લિક કરો
- હવે Contractual Staff ના ઓપ્શન પર ક્લિક કરો
- તમે જે રમત માટે અરજી કરવા માંગતા હોવ તેના માટેનું ફોર્મ ભરો
- પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના રોજ તમામ સર્ટિફિકેટ લઇને