વરસાદ@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
Jul 24, 2024, 09:58 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું.
હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ સટાસટી બોલાવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
એની સામે ઉત્તર અને મધ્ય ગુજરાત હજુ પણ વરસાદ માટે ઝંખી રહ્યું છે. આજે હવામાન વિભાગ દ્વારા આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, તો કચ્છ, જામનગર, રાજકોટ, ગીર-સોમનાથ, ભરુચ, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.