ધર્મ@ગુજરાત: સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને નાણાંકીય લાભ થાય, જાણો આજનું રાશિફળ

માતા લક્ષ્‍મીને ખીર અર્પણ કરો.


 
 
ધર્મ@ગુજરાત: સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને નાણાંકીય લાભ થાય, જાણો આજનું રાશિફળ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વૃષભ: આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહે.આજે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને નાણાંકીય લાભ થઈ શકે છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. બિઝનેસમાં સમયસર લીધેલા નિર્ણયો આજે તમારા માટે અસરકારક સાબિત થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિને મજબૂત થશે અને પરિણામે તમને તમારા ભવિષ્યની ચિંતા ઓછી થાય. ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

મિથુન: આજે તમને આકસ્મિક રીતે ધનલાભ થઇ શકે છે. આજે તમને કાર્યસ્થળે પર ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ પ્રાપ્ત થવાથી તમારો પ્રભાવ વધશે. આજે તમારા ભાઈઓના સહકારથી તમારા અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આજે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ફાયદો થાય અને તેમને આકસ્મિક ધન લાભ પણ થઇ શકે છે. ઉપાય: પીળી વસ્તુઓનું દાન કરો.

કર્ક: આજે તમારી લવ લાઈફમાં મીઠાશ આવે. આજે પારિવારિક કોન્ટેક્ટ્સથી લાભ થાય અને અટવાયેલા પૈસા પાર્ટ મળવાથી પૈસામાં વધારો થાય. પહેલાંની સરખામણીએ આજે તમારી આવકમાં વધારો થશે. જેના કારણે રોજિંદા ખર્ચ સરળતાથી પૂરા થાય અને ભવિષ્યની ચિંતાઓ દૂર થાય. તમારા બિઝનેસ પ્લાન આગળ વધે અને તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થાય. આજે તમને સાસરી પક્ષ તરફથી પણ ધન લાભ થાય. ઉપાય: કેળાના ઝાડના મૂળને પીળા કપડામાં બાંધીને તમારા ગળામાં પહેરો.

સિંહ: આજે તમે સરળતાથી નિર્ણય લઇ શકશો. આજે દિવસની શરૂઆતમાં કોઈ મહત્વપૂર્ણ ટાસ્ક માટે નિર્ણય લઇ શકશો, પરંતુ પરિવારના કોઈ સભ્ય અથવા કોઈ વડીલનું માર્ગદર્શન તમને તેમાં મદદ પૂરી પાડશે. તમે પ્રતિસ્પર્ધામાં આગળ વધશો અને મિત્રોની મદદથી અટવાયેલા પૈસા પણ પરત મેળવી શકશો. આજે તમે રાજનૈતિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોમાં ધાર્યા કરતાં વધુ સફળતા મળશે. ઉપાય: શિવ ચાલીસાનો પાઠ કરો.

કન્યા: આજે તમને સંતોષકારક લાભ થાય. આજે કામકાજમાં નસીબ સાથ આપશે, જેથી તમને સંતોષકારક લાભ થશે. વડીલોની સેવા અને શુભ કાર્યોમાં પૈસા ખર્ચ થશે. આજે નોકરિયાત જાતકોએ નાના-નાના વાદવિવાદને ટાળવા જોઈએ, નહીંતર ભવિષ્યમાં તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. વેપારમાં તમારા હરીફો માટે તમે માથાનો દુ:ખાવો બની રહેશો. ઉપાય: ભગવાન ગણેશને લાડુનો ભોગ ચઢાવો.

તુલા: આજે તમે અન્યો કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકશો. જોકે, વ્યવસાયમાં વધુ પડતી ઉતાવળને કારણે હવામાન તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે, તેથી સાવચેત રહેવું. નોકરિયાત જાતકોને અન્ય કરતા વધુ સારું પરફોર્મ કરવા બદલ સન્માનિત કરવામાં આવશે. જો તમે પાર્ટનરશીપમાં બિઝનેસ કરવા માંગો છો, તો આજનો દિવસ તેની માટે શુભ સાબિત થશે. ઉપાય: ઘરના મુખ્ય દરવાજા પર ગોળ મૂકો.

વૃશ્ચિક: આજે તમારા મિત્રોની સંખ્યામાં વધારો થાય. આજે સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધવાથી તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થાય. આજે કાર્યસ્થળે કોઈ જૂની બાબતને લઈને સહકર્મીઓ સાથે મતભેદ થાય, પરંતુ વિવેકપૂર્વક વર્તન કરવાથી પરિસ્થિતિને ગંભીર નહીં થાય. આજે તમારા કેટલાક જૂના વ્યવસાયિક સંબંધો બગડી શકે છે. ઉપાય: ભગવાન વિષ્ણુની અને કેળાના ઝાડની પૂજા કરો.

ધન: આજે તમારે લેવડ-દેવડમાં સાવધાની રાખવી જોઈએ. આજે ધંધાદારીઓની આર્થિક પરિસ્થિતિ મજબૂત રહે. જોકે, કર્મચારી અથવા સંબંધીને કારણે થોડો તણાવ વધી શકે છે, પરંતુ તમારી વાણી પર સંયમ રાખીને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. કોર્ટમાં ચાલી રહેલા કોઈ કેસ બાબતે તમારે મુસાફરી કરવી પડી શકે છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો, નહીંતર પૈસા ફસાઈ શકે છે. આજે વ્યવસાયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહે અને તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થાય. ઉપાય: ગુરુવારે ઉપવાસ કરતા જાતકોએ પીળા રંગનું ભોજન લેવું.

મકર: આજે તમારું વાહન આકસ્મિક રીતે બગડવાથી ખર્ચ વધી શકે છે, તેથી સાવચેતી રાખો. તમને સામાજિક ક્ષેત્રે ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે, પરંતુ ઘરમાં તમારી છાપ ખરાબ રહે. આજે ઘરના કામમાં બેદરકારીથી ઘરમાં કકળાટ થઇ શકે છે અને કામની વસ્તુઓ પાછળ આજે ખર્ચ થઇ શકે છે. ઉપાય: ગાયના ભોજનમાં આજે ચણાની દાળ, ગોળ અને હળદર ઉમેરીને ગાયને ખવડાવો.

કુંભ: આજે સરકારી નોકરી કરતા કર્મચારીઓ પર જવાબદારીઓ વધી શકે છે. આજે તમને વ્યાપારમાં સાનુકૂળ નફો થવાથી મન પ્રફુલ્લિત રહેશે. આજે કોઈપણ પ્રોપર્ટી ખરીદતા અને વેચતા પહેલાં તે પ્રોપર્ટી વિશે સચોટ તપાસ કરો અને દસ્તાવેજો પણ તપાસો. જો તમે બિઝનેસમાં પરિવર્તન લાવવાની યોજના બનાવી રહ્યા છો, તો આજનો દિવસ તેની માટે અનુકૂળ રહેશે. ઉપાય: ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો.

મીન: આજે તમને લગ્નના સારા પ્રસ્તાવ મળશે. આજના દિવસે તમને ધારેલી સફળતા મળશે, તેથી જે કાર્ય પૂર્ણ થવાની આશા છે, તે જ કાર્ય કરો. કોઈ નવું કામ કરવા ઇચ્છતા હોવ, તો તેમાં માતા-પિતાની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજે બિઝનેસનો ગ્રોથ જોઈને તમે ખૂબ જ ખુશ થશો. ઉપાય: પીપળના ઝાડ નીચે 5 દીવા પ્રગટાવો.

મેષ: કામમાં તમારી સ્કિલ્સ વધશે. આજે વધુ ભાગદોડ થાય અને પૈસા પણ ખર્ચ થાય. આજે કાર્યસ્થળે તમારા પક્ષે કેટલાક પરિવર્તન થાય. જેના કારણે તમારી કામની સ્કિલ્સમાં વધારો થાય. આ જોઈને તમારા સહકર્મીઓ નિરાશ થઇ શકે છે, જેને લઈને તમારા કેટલાક નવા દુશ્મનો ઉભા થઇ શકે છે. ઉપાય: માતા લક્ષ્‍મીને ખીર અર્પણ કરો.