ધાર્મિક@અંબાજી: 3 દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુએ માઁ અંબાના દર્શન કર્યા

જેમાં ત્રીજા દિવસે 4 લાખ 89 હજારથી વધુ યાત્રાળુએ માઁ અંબાના ચરણોમાં પોતાના શીશ ઝૂકાવ્યા છે.
 
અંબાજી 4

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. લાખો લોકો અંબાજી ખાતે જઈ રહ્યા છે. લોકો માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. માં અંબાનું આગણું ભક્તોના નાદથી ગુંજી ઉઠ્યું છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના 3 દિવસમાં જ 9 લાખ 88 હજાર શ્રદ્ધાળુએ માઁ અંબાના દર્શન કર્યા છે.

જેમાં ત્રીજા દિવસે 4 લાખ 89 હજારથી વધુ યાત્રાળુએ માઁ અંબાના ચરણોમાં પોતાના શીશ ઝૂકાવ્યા છે. જ્યારે 7 લાખ 55 હજારથી વધુ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાયું છે.