ધાર્મિક@પાવાગઢ: શક્તિપીઠ મહાકાળી મંદિરમાં નવરાત્રિ દરમિયાન દર્શનના સમય ફેરફાર
મંદિરમાં નવરાત્રિ દરમિયાન લાખો ભક્તો દર્શન માટે આવે છે.
Sep 17, 2025, 17:18 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવરાત્રિનો પવિત્ર તહેવાર થોડા દિવસમાં આવી રહ્યો છે. ત્યારે પાવાગઢ શક્તિપીઠના ટ્રસ્ટ દ્વારા માતાજીનાં મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ શ્રી મહાકાળી મંદિર ટ્રસ્ટે આગામી આસો નવરાત્રિ 2025 માટે દર્શનનો સમય જાહેર કર્યો છે. દેશની 51 શક્તિપીઠો પૈકી એક એવા આ મંદિરમાં નવરાત્રિ દરમિયાન લાખો ભક્તો દર્શન માટે આવે છે.
ટ્રસ્ટે જાહેર કરેલા સમયપત્રક મુજબ, 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી મંદિર સવારે 4થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે 20 સપ્ટેમ્બરે સવારે 5 વાગ્યે મંદિર ખુલશે.
અમાસ અને એકમના દિવસે પણ સવારે 5 વાગ્યાથી દર્શન શરૂ થશે. 28 સપ્ટેમ્બરે સવારે 4 વાગ્યે મંદિર ખુલશે, જે નવરાત્રિ દરમિયાન સૌથી વહેલો સમય છે. આ વિશેષ સમયપત્રક ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.