ધાર્મિક@ગુજરાત: આજે દેશભરમાં ધનતેરસ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે,જાણો શુભ મુહૂર્ત

ભગવાન કુબેર અને ધન્વંતરી દેવની પૂજા
 
ધાર્મિક@ગુજરાત: આજે દેશભરમાં ધનતેરસ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, મંત્ર, પૂજા સામગ્રી, શુભ મુહૂર્ત સહિત બધુ જ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે દેશભરમાં ધનતેરસ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, આજના વિશેષ દિવસે માતા લક્ષ્‍મી, ભગવાન કુબેર અને ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર આજના દિવસે માતા લક્ષ્‍મીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. આજે 3 વિશેષ સંયોગ બની રહ્યા છે. હસ્ત નક્ષત્ર અને પ્રીતિ યોગ છે.

તમને જણાવી દઈએ કે, પ્રદોષ કાળમાં દેવી લક્ષ્‍મી અને કુબેરની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે, જેમની કૃપાથી ધન, સંપત્તિ, સુખ, સમૃદ્ધિ વગેરેમાં વૃદ્ધિ થાય છે. તો જોઈએ પૂજા વિધિ, મંત્ર, પૂજા સામગ્રી અને શુભ મુહૂર્ત.

ધનતેરસ પૂજા માટે સામગ્રી

માતા લક્ષ્‍મીની ચૌકીની જગ્યા માટે સ્વસ્તિક અથવા અલ્પના બનાવવા માટે ચોકી પર અક્ષત (ચોખા) અથવા લોટ. લાલ કપડુ, વસ્ત્ર, ભગવાનના ફોટા અથવા મૂર્તિ (મા લક્ષ્‍મી, ગણેશજી, કેસરી કુબેર, ધન્વંતરી અને યમરાજીનું ચિત્ર અથવા મૂર્તિ), પૂજાની થાળી, સોપારી, કુબેર યંત્ર (ઈચ્છા પૂર્ણ), કળશ, નળાસડી, મોટો માટીનો દીવો, દીવા માટે તેલ અથવા ઘી, 13 માટીના દીવા અને વાટ, કૌડી, સિક્કા, દાગીના, ગોળ અથવા ખાંડ, ચંદન, અબીલ, ગુલાલ કુમકુમ અને હળદર, ગંગાજળ, શ્રીફળ, જનોઈ, ચોખા, લાલ અને પીળા ફૂલો, ફૂલોની માળા, ધૂપ, અગરબત્તી, ધાણાના બીજ, નવા વાસણો, નવી સાવરણી, ફળો, મીઠાઈઓ, કપૂર, કમરકાકડી.

 શુભ મુહૂર્ત

કારતક કૃષ્ણ ત્રયોદશી તિથિનો પ્રારંભઃ આજે બપોરે 12.35 વાગ્યાથી
કારતક કૃષ્ણ ત્રયોદશી તિથિની સમાપ્તિ : આવતીકાલે, બપોરે 01:57 સુધી
હસ્ત નક્ષત્ર : આજે સવારથી બપોરે 12.08 વાગ્યા સુધી
પ્રીતિ યોગ : આજે, સાંજે 05:06 PM થી આવતીકાલે 04:59 PM
ધનતેરસ પૂજા મુહૂર્ત: આજે, સાંજે 05:47 થી 07:47 PM
સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય: આવતીકાલે બપોરે 12:35 PM થી 06:40 AM
પૂજાનો શુભ સમય સાંજે 06:02 થી 08:00 સુધીનો છે.

ધનતેરસ પૂજા મંત્ર

ગણપતિ મંત્ર – वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ । निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा

ધન્વંતરિ દેવ મંત્ર – ‘ॐ नमो भगवते धन्वंतराय विष्णुरूपाय नमो नमः

કુબેર મંત્ર – ऊँ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधान्यसमृद्धिं में देहि दापय स्वाहा।
કુબેર પૂજા મંત્ર: ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥.

લક્ષ્‍મી મંત્ર – ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मीये नम
લક્ષ્‍મી પૂજા મંત્ર: ऊँ श्रींह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मी नम:॥

પૂજા વિધિ સ્ટેપ બાય સ્ટેપ

 • ધનતેરસની પૂજા સાંજે પ્રદોષ કાળના સમયે કરવામાં આવે છે.
 • આ પહેલા પૂજાની સામગ્રીની તૈયારી શરૂ કરી દો.
 • પૂજા સ્થળની સફાઈ કર્યા પછી, લોટ અથવા ચોખાની મદદથી ત્યાં રંગબેરંગી રંગોળી બનાવો.
 • ધ્યાનમાં રાખો કે બાજોટ-પાટલાની સ્થાપના ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં હોવી જોઈએ.
 • તમે ઇચ્છો તો ચૌકીને બદલે સ્વસ્તિક પણ બનાવી શકો છો.
 • હવે અહીં એક બાજોટ કે પાટલા પર લાલ કપડું ફેલાવો.
 • હવે અક્ષત (ચોખા) આસનના રૂપમાં ચઢાવવું જોઈએ.
 • આ પછી, દેવી લક્ષ્‍મીની મૂર્તિને આસન પર સ્થાપિત કરો.
 • તેમજ કુબેર દેવતાના રૂપમાં કુબેર યંત્ર અને કેસરી ગણેશના રૂપમાં સુપારી સ્થાપિત (પાન મુકી) કરો.
 • આ પછી એક કલશને સ્વચ્છ પાણીથી ભરીદો (થોડુ ગંગાજળ નાખી) અને તેના ગળા પર નળાસડી બાંધો.
 • પછી પ્લેટફોર્મ પર થોડો અક્ષત (ચોખા) મૂકો અને પદ્ધતિ મુજબ અહીં કલશ સ્થાપિત કરો (જમણી તરફ)., કળશ પર શ્રીફળ મુકવું
 • આ જળ કલશને કેસર દેવી ધન્વંતરીનું સ્વરૂપ માનવામાં આવે છે.
 • જો તમે ઈચ્છો તો તેની જગ્યાએ ભગવાન ધન્વંતરી જીનો ફોટો પણ રાખી શકો છો.
 • હવે ભગવાન યમરાની પૂજા માટે એક મોટો માટીનો દીવો તૈયાર કરો, જેમાં ચાર દિવેટ હોવી જોઈએ. આ દિવો ઘરના ઉંબરા પર દક્ષિણ દિશા તરફ મૂકમાં સ્થાપી પ્રગટાવો, આ દીવામાં એક પૈસો (સિક્કો0 અને થોડો ગોળ અથવા ખાંડ નાખો.
 • આ પછી માટીના 13 દીવા પ્રગટાવો અને પૂજાના મંચ નજીક રાખો.
 • હવે બધી વસ્તુ ગોઠવાઈ જાય પછી વાડકીમાં પાણી રાખી ચમચીથી ત્રણ વખત આચમન પદ્ધતિ 3 વખત કરો અને પછી ચોથી વાર તમારા હાથમાં પાણી વડે તમારા હાથ સાફ કરો.
 • હવે સૌ પ્રથમ પૂજનીય શ્રી ગણેશ ભગવાન અને પછી માતા લક્ષ્‍મી, પછી કુબેર દેવ, યમદીપ અને પાણીના કલશ પર ગંગા જળ છાંટવું. (જો તમારી પાસે મૂર્તિ હોય તો, પાણી તથા પંચામૃતથી સાફ કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરાવો (વસ્ત્ર માટે નળાસડીનો ઉપયોગ કરી શકો છો), ભગવાન ગણેશને જનોઈ પહેરાવો).
 • હવે કંકુથી ભગવાન ગણેશ, માતા લક્ષ્‍મી, કુબેર યંત્ર, કળશને તીલક કરો, પછી અબીલ, ગુલાલ, ચંદન વગેરે ચઢાવો.
 • ત્યારબાદ દેવી માતાના ચરણોમાં સિક્કા, ઘરેણા બધુ પાણી, ગંગાજળ અને પંચામૃતથી સાફ કરી અર્પણ કરો.
 • હવે ધનતેરસના દિવસે તમે જે પણ ખરીદી હોય તેને પૂજા વિસ્તાર પાસે રાખો.
 • ધનતેરસની પૂજા સમયે ખીલેલા પુષ્પ, ધન, ધાન્ય અર્પણ કરી શકો છો.
 • આ સાથે સોના-ચાંદીના ઘરેણાં, સિક્કા, નવા વાસણો, નવી સાવરણી, ચોખા વગેરેની પણ પૂજા કરવામાં આવે છે.
 • હવે આ તમામ અર્પણ કરેલી વસ્તુને કંકુથી તીલક કરો, અને અબીલ, ગુલાલ, ચંદન પણ અર્પણ કરો.
 • આ પછી, તમારા હાથમાં ફૂલ લો અને તમારા પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે બધા દેવતાઓને ઉપર જણાવેલ મંત્ર સાથે પ્રાર્થના કરો.
 • ત્યારબાદ માતા લક્ષ્‍મીની આરતી કરો અને ભોગ ધરાવો, છેલ્લે બધાને પ્રસાદ વહેંચો.
 • આ પછી બીજા દિવસે કળશનું જળ તુલસીને અર્પણ કરો, તથા સિક્કા અને ઘરેણા તમારી તિજોરીમાં લાલ કપડુ બાંધી મુકી દો.