ધાર્મિક@ગુજરાત: આ મહિનામાં ભૂલથી પણ ના તોડતાં તુલસીના પાન, થઇ જશો કંગાળ
કારતક મહિનામાં નદીમાં સ્નાન કરવું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પરંતુ આપણે તુલસી સંબંધિત ઘણી બાબતો વિષે જાણતા નથી.
કારતક મહિનામાં માતા તુલસીની પૂજા કરવાથી સંપૂર્ણ ફળ મળે છે. તેથી આ સમય દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે, કારતક મહિનામાં આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ભૂલથી પણ તુલસીના પાન તોડવા જોઈએ નહીં, નહીં તો ઘરમાં ગરીબી આવી શકે છે. ત્યારે અહીં જાણીશું કે કારતક મહિનામાં તુલસીના પાન તોડવાથી ક્યારે અશુભ થઈ શકે છે.
કારતક મહિનામાં શ્રી હરિની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ કારતક મહિનામાં તુલસીની પૂજા કરે, તો તેને શુભ ફળ મળે છે.
કારતક મહિના દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. આ સમયગાળા દરમિયાન સ્નાન અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ શુભ ફળ મેળવવા ઈચ્છે છે, તો તેના માટે કારતક મહિનામાં તુલસી સાથે જોડાયેલી કેટલીક બાબતો અંગે ધ્યાન રાખવું જરૂરી છે.
સ્નાન કર્યા વિના તુલસીનો સ્પર્શ ન કરો
તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી કારતક મહિનામાં સ્નાન કર્યા વિના તુલસીના છોડને સ્પર્શ કે પૂજા ન કરવી જોઈએ.
સાંજ પછી તુલસીના પાન ન તોડવા જોઈએ
સાંજ પછી તુલસીના પાન તોડવા તોડવી અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
જાણો, સાંજ પછી તુલસીના પાન કેમ કેમ ન તોડવા?
તમને જણાવી દઈએ કે સાંજ પછી તુલસીને સ્પર્શ કરવો પણ વર્જિત માનવામાં આવે છે. તુલસીને માતા રાધાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી સાંજે તે ભગવાન કૃષ્ણ સાથે રાસ રમે છે. જેથી સાંજના સમયે તુલસીના પાન પણ તોડવા જોઈએ કે તુલસીને સ્પર્શ પણ ન કરવો જોઈએ.