ધાર્મિક@ગુજરાત: ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ મોસાળ પહોંચ્યા, ભવ્ય મામેરું ભરાયું

ભવ્ય મામેરું ભરાયું
 
ધાર્મિક@ગુજરાત​​​​​​​: ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ મોસાળ પહોંચ્યા, ભવ્ય મામેરું ભરાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં રથયાત્રાની તૈયારી ચાલી રહી છે. ધૂમધામથી રથયાત્રા કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ, તેમના મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ મોસાળ સરસપુરમાં પહોંચ્યા. જ્યાં ભગવાનનું લાખેણી મામેરું કરવામાં આવ્યું.

આ સાથે જ ભગવાન જગન્નાથજીના મોસાળમાં દર્શનાર્થીઓ માટે મામેરું ખુલ્લુ મુકવામાં આવ્યું. આ મામેરાના દર્શન માટે ભાવિકોની લાંબી કતાર લાગી. 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાનું મોસાળું વસ્ત્રાલના પ્રજાપતિ પરિવારે કર્યું હતું.