ધાર્મિક@ગુજરાત: શ્રીરામે આસો સુદ દશમની તિથિએ રાવણનો વધ કર્યો
આજે પણ રાવણના પૂતળાંનું દહન કરવામાં આવે છે.
Oct 2, 2025, 10:47 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દશેરા છે. દશેરાને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું. રાવણ સીતાનું હરણ કરીને લંકા લઈ ગયો હતો. ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરીને તેનો વધ કર્યો હતો. રાવણનો વધ કરીને ભગવાન રામ સીતાને લઈ અયોધ્યા પધાર્યા હતા.
લોક માન્યતા મુજબ ત્રેતાયુગમાં શ્રીરામે આસો સુદ દશમની તિથિએ રાવણનો વધ કર્યો હતો. આ ધર્મની જીતનું પર્વ છે. રાવણને કુળથી બ્રાહ્મણ માનવામાં આવતો હતો, પરંતુ તેના કર્મ રાક્ષસો જેવા હતા, પરિણામે આજે પણ રાવણના પૂતળાંનું દહન કરવામાં આવે છે.