ધાર્મિક@ગુજરાત: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત, ભગવાન શિવની આરાધનાનો મહિનો
ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા
Aug 5, 2024, 08:55 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. ભગવાન શિવનો પ્રિય મહિનો ગણાય છે. હિન્દુઓમાં શ્રાવણ માસનું અનેરું મહત્મ્ય છે. હિન્દુઓ માટે શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો માવામાં આવે છે.
આ મહિનામાં લોકો વહેલી સવારથી શિવાલય પહોંચી જાય છે અને દેવોના દેવ મહાદેવની પૂજા-આર્ચના કરી તેમને રીઝવવાના પ્રયાસો કરે છે. ત્યારે આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે.
સમાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલ રૂપિયા 300થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તેથી ભક્તોને આ વર્ષે શિવજીની આરાધના માટે ફૂલોમાં કાપ મૂકવો પડે તેવી પણ શક્યતા છે.