ધાર્મિક@ગુજરાત: આજે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભગવાન શિવના કરો દર્શન, વધુ વિગતે જાણો
ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવે છે.
Feb 12, 2024, 10:41 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ છે. ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવે છે. જે પૈકી એક જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે.
શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે. તો આજે ઘરે બેઠાં જ ઉજ્જૈન મંદિરથી મહાકાલેશ્વરના લાઈવ દર્શન કરીશું. .