ધાર્મિક@ગુજરાત: આજે તમારું મન સામાન્ય અને સાત્વિક કર્યોને છોડીને ફેરફારો તરફ આકર્ષિત થઈ શકે

જાણો આજનું રાશિફળ

 
ધાર્મિક@ગુજરાત: આજે તમારું મન સામાન્ય અને સાત્વિક કર્યોને છોડીને ફેરફારો તરફ આકર્ષિત થઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મેષ

આજે તમારું મન સામાન્ય અને સાત્વિક કર્યોને છોડીને ફેરફારો તરફ આકર્ષિત થઈ શકે છે. આજે બિઝનેસ એસોસીએટ તમારી પાસેથી સલાહ અને માર્ગદર્શન લે. આજે તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય. તમને તમારા જીવનસાથી તરફથી સન્માન મળે અને તમારી પારિવારિક સંપત્તિમાં પણ વધારો થશે. ઉપાય: ભૂખ્યાને ભોજન કરાવો.

વૃષભ

આજે તમે રાજનૈતિક બાબતોમાં કરેલા પ્રયત્નોમાં તમને સફળતા મળતી જણાય અને તમને લોકોનો સહયોગ મળવાથી મન પણ પ્રસન્ન રહે. આજે તમને ગવર્નન્સનો સંપૂર્ણ લાભ મળી શકે છે અને કોઈ સરકારી યોજનાનો પણ લાભ મળી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને આવકના સ્ત્રોત વધશે. ઉપાય: સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો.

મિથુન

આજે કાર્યસ્થળે સારી બાબતે ખર્ચ થશે. આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં સિનિયરનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે સહકર્મચારીઓ પણ તમારી સલાહ લઈને કામ કરશે, જેના કારણે મન પ્રસન્ન રહેશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય, તો આજે તમને પૈસા પરત મળી શકે છે. ઉપાય: પીળી વસ્તુઓનું દાન કરો.

કર્ક

આજે ઓફિસમાં તમારા વિચારો અનુસાર વાતાવરણ બને. આજે તમે થોડી શોપિંગ પણ કરી શકો છો, પરંતુ સાથે સાથે તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે, નહીંતર આવનારા સમયમાં તમારી આર્થિક પરિસ્થિતિ બગડી શકે છે. ઉપાય: માતા-પિતાના આશીર્વાદ લો.

સિંહ

આજે કામના સ્થળે તમારા શત્રુ તમારી સામે શુભેચ્છક બનવાનો ઢોંગ કરશે, પરંતુ તેઓ તમારી પીઠ પાછળ સમસ્યા ઊભી કરી શકે છે. નવી સંપત્તિ ખરીદવા અંગે વિચારી રહેલા જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. ઉપાય: માતા લક્ષ્‍મીની પૂજા કરો.

કન્યા

આજે બિઝનેસમાં તમને તમારી મહેનતનું ઉચિત પરિણામ ન મળવાથી તમે નિરાશ થઈ શકો છો, પરંતુ તમારે આજે વાણી અને વર્તનમાં સંયમ અને સાવધાની રાખવી જોઈએ. આજે વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે, જોકે, કેટલાક અવરોધો પણ આવી શકે છે, તેથી આજે કોઈને ઉધાર ન આપવું. સાંજે મિત્રોની સહકારથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને. ઉપાય: માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો.

તુલા

આજે કાર્યક્ષેત્રમાં ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી શકે છે. આજે તમે કાર્યસ્થળે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થશે. આજે રિયલ એસ્ટેટના કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ ગુમ થવાના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી આજે સતર્ક રહેવું. આજે બિઝનેસમાં ઉતાર-ચઢાવ રહે, છતાં તમને તમારા હરીફો કરતા વધારે નફો રળવાની તકો મળે. ઉપાય: હનુમાનજીને સિંદૂર ચઢાવો.

વૃશ્ચિક

જો આજે તમે નોકરી-ધંધામાં કોઈ ઇનોવેટિવ વિચાર પર કામ કરશો, તો ભવિષ્યમાં તમને તેનો જરૂરથી લાભ મળશે અને કામ નવો જીવ રેડાશે. ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

ધન

આજે કાર્યક્ષેત્રમાં કામ કરતી વખતે સતર્ક અને સજાગ રહેવું, કારણ કે દુશ્મનો તમને નુક્શાન પહોંચાડવા માટે દરેક પ્રયત્નો કરશે. જો આજે તમે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો તેની માટે આજનો દિવસ શુભ છે. જો તમે પૈસા કમાવા માટે પાર્ટ-ટાઈમ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને કામ માટે સમય મળી શકશે. જો તમે ધંધામાં કોઈ જોખમ લેવા માંગો છો, તો તમારા પિતાની સલાહ લીધા બાદ જ આગળ વધવું જોઈએ. ઉપાય: જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

મકર

આજે પાર્ટનરશીપમાં બિઝનેસ કરવાથી તમને સારો નફો થશે. આજે તમારે તમારા બાળકના અભ્યાસ સંબંધિત કોઈ નિર્ણય લેવો પડી શકે છે. સરકારી નોકરી કરતા જાતકોએ આજે ઈમાનદારીથી કામ કરવું જોઈએ અને પોતે નક્કી કરેલા નિયમોનું પાલન કરવું જોઈએ. ઉપાય: ભગવાન ગણેશને લાડુ ધરાવો.

કુંભ

આજે તમારે કાર્યસ્થળે કામની બાબતે ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારાથી કોઈ ભૂલ થઈ શકે છે. તેથી આજે સમજી વિચારીને પગલું ભરો. ઉપાય: શિવ જપમાલાનો પાઠ કરો.

મીન

જો આજે તમે બિઝનેસમાં કોઈ જોખમ લેવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ તેની માટે સારો રહેશે. તેમાં તમને તમારા ભાઈ-બહેનનો સહયોગ પણ મળશે. આજે ખર્ચમાં વધારો થાય અને આવક ઓછી રહે, છતાં તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આજે કોઈ મોટું કામ કરવા માટે તમારા પરિવારના સભ્યોની સલાહ લેવાથી કામમાં ચોક્કસથી સફળતા મળશે. ઉપાય: શનિ ચાલીસાનો પાઠ કરો અને પીપળાને જળ ચઢાવો.