ધાર્મિક@ગુજરાત: આ 4 રાશિઓને આકસ્મિક ધન લાભથી તિજોરીઓ છલકાશે

 શનિદેવ તમારી ગોચર કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યાં છે. 
 
ધાર્મિક@ગુજરાત: આટલી વાર શનિદેવના બીજમંત્રનો જાપ કરવાથી દૂર થશે તકલીફો, ન્યાયના દેવતાની થશે કૃપા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

શનિદેવની જાગ્રત અવસ્થાનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળશે.પરંતુ 4 રાશિઓ એવી છે, જેમને આ સમયે આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યાં છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.

મેષ રાશિ

શનિદેવનું જાગ્રત અવસ્થામાં સંચરણ મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીમાં કર્મ સ્થાનના સ્વામી થઇને લાભ સ્થાનમાં બિરાજમાન છે. સાથે જ તે જાગ્રત અવસ્થામાં આવી જશે. તેથી આ સમયે તમારી ઇચ્છાપૂર્તિ થશે. તેવામાં આ સમયે તમારી પદોન્નતિ પણ થઇ શકે છે. સાથે જ મનપસંદ જગ્યાએ તમારુ ટ્રાન્સફર થઇ શકે છે. સાથે જ આ સમયે તમારા કાર્યોની સિદ્ધિ થઇ શકે છે. તમને જૂના રોકાણથી લાભ થશે. જે લોકો બેરોજગાર છે, તેમને નોકરી મળી શકે છે.

વૃષભ રાશિ

આ રાશિના જાતકો માટે શનિ દેવનું જાગ્રત અવસ્થામાં ભ્રમણ કરવું અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. કારણ કે તમારી રાશિના સ્વામી ગ્રહ શુક્ર ગ્રહ સાથે શનિ દેવની મિત્રતા છે. સાથે જ શનિદેવે તમારી ગોચર કુંડળીમાં શશ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવ્યો છે. તેથી આ સમયે તમારા કાર્યોની સિદ્ધ થશે. તેવામાં શનિ દેવ તમને આકસ્મિક ધનલાભ કરાવી શકે છે. સાથે જ તમારા અટવાયેલા કામ પૂરા થશે. નોકરિયાત લોકોને જોબની નવી તકો મળી શકે છે. સાથે જ આ સમયે તમારો ભાગ્યોદય થઇ શકે છે.

મિથુન રાશિ

શનિદેવનું જાગ્રત અવસ્થામાં વિચરણ કરવું શુભ ભળદાયી સાબિત થઇ શકે છે. કારણ કે શનિદેવની તમારી રાશિના સ્વામી બુધ ગ્રહના મિત્રતા છે. સાથે જ શનિદેવનું ગોચર તમારી ગોચર કુંડળીના ભાગ્ય સ્થાનમાં થઇ રહ્યું છે. સાથે જ આ સ્થાનમાં શનિ દેવ પાવરફુલ થઇ જાય છે. તેથી આ સમયે તમારી કિસ્મત ચમકી શકે છે. ઇચ્છાઓની પૂર્તિ થઇ શકે છે. આ સમયે તમે કોઇ યાત્રા પર પણ જઇ શકો છો. સાથે જ આ સમયે જે વિદ્યાર્થી વિદેશ જઇને ભણવા માગે છે, તેમની ઇચ્છા પૂરી થઇ શકે છે.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે શનિદેવનું જાગ્રત થવું અનુકૂળ સાબિત થઇ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યાં છે. સાથે જ શનિદેવ તમારી રાશિમાં સુખ-સાધનના સ્વામી થઇને પંચમ ભાવમાં સ્થિત છે. તેથઈ આ સમયે તમને પ્રોપર્ટી અને વાહનની પ્રાપ્તિ થઇ શકે છે. તમને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. જો તમે મેડિકલ લાઇન, રિસર્ચ કે વૈજ્ઞાનિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો તમને સારો લાભ થઇ શકે છે. સાથે જ આ સમયે તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઇ શકે છે.