ધાર્મિક@ગુજરાત: અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી 1 ફેબ્રુઆરી સુધી 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે. વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો છે. 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે. ‘બોલ માડી અંબે’ જજ અંબે ના નાદ સાથે ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને પાલખી યાત્રા નીકળી છે. ત્યારે પાલખીયાત્રામાં ભાગ લેનારનો જોમજુસ્સો વધારવા માટે લોકબોલીમાં ભજનોની રમઝટ બોલાવાઈ રહી છે.
ગબ્બર પહાડ પર આવેલી શેષનાગ ગુફાનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ગુફામાં સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શેષનાગ ગુફા ગબ્બર કાળ ભૈરવ મંદિર હસ્તક આવેલી છે. ગબ્બર પહાડ પર ઉતરવાના રસ્તા પર આવેલી આ ગુફામાં મહાદેવ અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. ગુફાનો આકાર શેષનાગ જેવો હોવાથી તે શેષનાગ ગુફા તરીકે ઓળખાય છે.

