ધાર્મિક@ગુજરાત: સાતમા નોરતે માં દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા થાય છે, જાણો કથા

પૂજા કેવી રીતે કરવી?
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સાતમા નોરતે માં દુર્ગા ના કાલરાત્રિ સ્વરૂપ ની પૂજા થાય છે. નામ સાંભળી ને ડર લાગે પણ આ સ્વરૂપ શુભંકરી છે - હંમેશા શુભ ફળ આપે છે.

કથા શું છે?

જ્યારે દૈત્ય રાજ શુંભ-નિશુંભ નો અત્યાચાર વધી ગયો, ત્યારે માં પાર્વતી એ રાક્ષસો ને મારવા માટે પોતાના શરીર માંથી અંબિકા ને બહાર કાઢ્યા.

શુંભ-નિશુંભ ના રાક્ષસો ને મારવા જતા માં ને ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સા થી તેમનું શરીર એકદમ કાળું થઈ ગયું, વાળ વિખરાઈ ગયા, આંખો માંથી અગ્નિ નીકળવા લાગ્યો. આ જ માં કાલરાત્રિ પ્રગટ થયા.

માતા નું વાહન ગધેડો છે. તેમના શ્વાસ માંથી અગ્નિ નીકળે છે. ગળા માં વીજળી જેવી માળા ચમકે છે.

એ જ સમયે રક્તબીજ નામ નો રાક્ષસ આવ્યો. તેને વરદાન હતું કે તેના લોહી નું એક ટીપું જમીન પર પડે તો બીજો રક્તબીજ ઉભો થાય.

બધા દેવતા હારી ગયા. ત્યારે કાલરાત્રિ માં એ પોતાની જીભ લાંબી કરી ને રક્તબીજ નું બધું લોહી પી લીધું, જેથી એક પણ ટીપું જમીન પર ન પડે. આ રીતે રક્તબીજ નો નાશ થયો.

7મા નોરતાં નું મહત્વ

આ દિવસે માં કાલરાત્રિ ની પૂજા કરવાથી:

ભૂત-પ્રેત, નકારાત્મક શક્તિ દૂર થાય

દુશ્મન નો નાશ થાય

ડર, ખરાબ સપના બંધ થાય

શનિ ના દોષ દૂર થાય

પૂજા કેવી રીતે કરવી?

સાંજે સરસવ ના તેલ નો દીવો કરો

માં ને ગોળ અને કાળા તલ નો ભોગ ધરો

મંત્ર બોલો: ॐ देवी कालरात्र्यै नमः

આ નોરતું કરવાથી માં ભક્ત ની હંમેશા રક્ષા કરે છે.

જય માં કાલરાત્રિ 🙏