ધાર્મિક@ગુજરાત: છઠ્ઠા નોરતે કાત્યાયની માતાજીની પૂજા કરવામાં આવે છે, જાણો વધુ વિગતે

કાત્યાયન ની દીકરી હોવા થી તેનું નામ કાત્યાયની પડ્યું
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

છઠ્ઠા નોરતે માં કાત્યાયની પૂજા કરવામાં આવે છે.

જન્મ ની કથા:

કાત્ય ગોત્ર

માં કાત્યાયન નામ ના મહાન ઋષિ થયા. તેમને કોઈ સંતાન નહોતું. તેમણે માં આદિશક્તિ ની ઘોર તપસ્યા કરી અને વરદાન માંગ્યું કે "હે માં, તમે મારી પુત્રી બની ને જન્મ લો". માં એ વરદાન આપ્યું.

બીજી તરફ મહિષાસુર નામ ના ભેંસા જેવા રાક્ષસે બ્રહ્મા ને પ્રસન્ન કરી ને વરદાન લીધું હતું કે "મને કોઈ દેવ, દાનવ કે પુરુષ મારી ન શકે". વરદાન મળતાં જ તે ત્રણે લોક માં અત્યાચાર કરવા લાગ્યો. બધા દેવતા ત્રાહિ ત્રાહિ થઈ ગયા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયા.

ત્યારે ત્રિદેવ ના શરીર માંથી એક દિવ્ય તેજ નીકળ્યું. બધા દેવતાઓ એ પોતાનું તેજ આપ્યું. તે બધું તેજ ભેગું થઈ ને કાત્યાયન ઋષિ ના આશ્રમ માં એક તેજસ્વી કન્યા બની. કાત્યાયન ની દીકરી હોવા થી તેનું નામ કાત્યાયની પડ્યું.

યુદ્ધ ની કથા:

આ કન્યા નો જન્મ આસો સુદ છઠ્ઠ ના દિવસે થયો હતો. ઋષિ કાત્યાયન એ 6ઠ્ઠ, 7મ અને 8મ ત્રણ દિવસ તેની પૂજા કરી. 10મા દિવસે એટલે કે દશેરા ના દિવસે માં કાત્યાયની એ મહિષાસુર નો વધ કર્યો. માં સિંહ પર સવાર થઈ ને આવી, 4 ભુજા માં ખડગ, ત્રિશૂળ, કમળ અને તલવાર ધારણ કરી.

મહિષાસુર ક્યારેક ભેંસ, ક્યારેક માણસ, ક્યારેક હાથી બની ને લડ્યો પણ અંતે માં એ તેનું માથું કાપી નાખ્યું. તેથી માં ને મહિષાસુર મર્દિની પણ કહે છે.

માન્યતા: જે કુંવારી કન્યા ના લગ્ન માં વિઘ્ન આવે છે, તે 6ઠ્ઠા નોરતે માં કાત્યાયની નું વ્રત કરે તો સારો વર મળે છે. ગોપીઓ એ પણ કૃષ્ણ ને પામવા કાત્યાયની નું વ્રત કર્યું હતું.

 છઠ્ઠા નોરતા ની પૂજા વિધિ

પૂજા સામગ્રી: લાલ ફૂલ (ખાસ ગુલાબ), મધ, ગંગાજળ, કંકુ, ચોખા, ધૂપ-દીવો, લાલ ચુંદડી, શહદ

વિધિ સવારે 6-8 વાગ્યા માં કરવી:

1. સ્નાન કરી પીળા કે લાલ વસ્ત્ર પહેરો

2. ચોકી પર લાલ કપડું પાથરી માં કાત્યાયની નો ફોટો મૂકો

3. ઘી નો દીવો કરો - આ દિવસે ઘી નો દીવો ખૂબ શુભ છે

4. માં ને 3 વાર આચમન કરાવો - પાણી + મધ + ગંગાજળ થી

5. કંકુ, અક્ષત, લાલ ગુલાબ ના ફૂલ ચઢાવો

6. ભોગ: માં ને મધ (શહદ) નો ભોગ અતિ પ્રિય છે. મધ ચઢાવવા થી માં પ્રસન્ન થાય છે. સાથે હલવો-પૂરી ધરાવો

7. આ મંત્ર 108 વાર બોલો:

ॐ देवी कात्यायन्यै नमः

ચંદ્રહાસોજ્જ્વલકરા શાર્દૂલવરવાહના |

કાત્યાયની શુભં દદ્યાદ્ દેવી દાનવઘાતિની ||

8. દુર્ગા સપ્તશતી ના 11મા અધ્યાય નો પાઠ કરો

9. અંતે આરતી કરો અને કુંવારી કન્યા ને ભોજન કરાવો

વ્રત નો નિયમ: આ દિવસે ઉપવાસ રાખી ને સાંજે ફળાહાર કરવો. મન માં કોઈ ની ખરાબ ન કરવી. બ્રહ્મચર્ય નું પાલન કરવું.