ધાર્મિક@ગુજરાત: ચોથા નોરતે કુષ્માંડામાંની પૂજા થાય છે, કેવી રીતે પૂજા કરવી ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જય માતાજી 🙏 ચોથા નોરતાની કહાની - માં કુષ્માંડા
આજના દિવસના માતાજી: કુષ્માંડા. ચોથા નોરતે કુષ્માંડા માં ની પૂજા થાય છે.
નામનો અર્થ:
કુ = નાનું, ઉષ્મા = ગરમી / ઉર્જા, અંડા = બ્રહ્માંડ. એટલે જેમણે પોતાની નાની હસી (સ્મિત) થી આખું બ્રહ્માંડ બનાવ્યું.
કહાની:
જ્યારે કંઈ જ નહોતું, ચારે બાજુ અંધારું જ અંધારું હતું. ત્યારે માં એ હળવું સ્મિત કર્યું. એ સ્મિતમાંથી એક ઈંડા (બ્રહ્માંડ) બન્યું. એમાંથી સૂરજ, ચાંદ, તારા, પૃથ્વી બધું બન્યું.
એટલે માં ને આખા જગતની બનાવનારી કહેવાય છે. એ સૂરજની અંદર પણ રહે છે, એટલે જ સૂરજમાં આટલું તેજ છે.
સ્વરૂપ:
માં ને 8 હાથ છે. 7 હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃત કળશ, ચક્ર, ગદા છે અને 8મા હાથમાં બધી સિદ્ધિ આપતી જપમાળા છે. એમનું વાહન વાઘ છે.
આજના દિવસે શું કરવું:
રંગ: આજે લાલ કલર પહેરો
ભોગ: માલપુઆ નો ભોગ ધરાવો - બુદ્ધિ વધે છે
મંત્ર (108 વાર):
"ૐ દેવી કુષ્માંડાયૈ નમઃ"
આરતી: "કુહુ કુહુ બોલે કોયલિયા" વાળી કુષ્માંડા આરતી
ફાયદો:
જે ભક્ત ચોથા નોરતે સાચા દિલથી પૂજા કરે તેને આયુષ્ય, યશ અને સારી તંદુરસ્તી મળે છે. બીમારી દૂર થાય છે.
બોલો કુષ્માંડા માત કી જય!

