ધાર્મિક@ગુજરાત: નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આઠમું નોરતું - મા મહાગૌરી
નવરાત્રિ ના આઠમા દિવસે મા મહાગૌરી ની પૂજા થાય છે. માતાનો રંગ એકદમ ગોરો છે, એટલે એમનું નામ મહાગૌરી.
કહાની:
પાર્વતી માતા એ ભગવાન શિવ ને પામવા માટે ઘણા વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તપસ્યા કરતા કરતા તેમનું શરીર કાળું પડી ગયું, ધૂળ-માટીથી ભરાઈ ગયું.
ભગવાન શિવ તેમની તપસ્યા થી પ્રસન્ન થયા અને તેમને ગંગાજળ થી સ્નાન કરાવ્યું. સ્નાન કરતા જ માતા નું શરીર એકદમ ગોરું અને તેજસ્વી બની ગયું, વીજળી જેવું ચમકવા લાગ્યું. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું.
એવું કહેવાય છે કે આઠમા નોરતે મા મહાગૌરી ની સાચા દિલ થી પૂજા કરવાથી:
બધા પાપ ધોવાઈ જાય છે
અવિવાહિત ને સારો જીવનસાથી મળે છે
ઘરમાં સુખ-શાંતિ આવે છે
આઠમા નોરતે શું કરવું:
સવારે સ્નાન કરી ને સફેદ વસ્ત્ર પહેરવા, મા ને સફેદ ફૂલ, ખીર નો ભોગ ધરવો અને "ૐ દેવી મહાગૌર્યૈ નમઃ" મંત્ર જાપ કરવો.

