ધાર્મિક@ગુજરાત: અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 43 લાખથી વધુ ભક્તોએ અંબામાંના દર્શન કર્યા
ભક્તોની સુવિધા માટે એસ.ટી. વિભાગે 8,203 બસ ટ્રીપ દોડાવી
Sep 27, 2026, 11:51 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અંબાજીના સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળામાં આ વર્ષે 43,05,391 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. ભક્તોની સુવિધા માટે એસ.ટી. વિભાગે 8,203 બસ ટ્રીપ દોડાવી, જેમાં 3,50,618 મુસાફરોએ મુસાફરી કરી.
મેળા દરમિયાન અંબાજી મંદિરમાં ભંડાર અને દાનની કુલ 2,16,44,619 રૂપિયાની આવક નોંધાઈ. આ ઉપરાંત, 36.500 ગ્રામ સોનું પણ મળ્યું. 67,572 યાત્રિકોએ ઉડનખટોલા અને રોપ-વેનો લાભ લીધો.
ભક્તોએ 4,528 ધજા રોહણ કરી. 4,93,889 ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો. 32,31,263 મોહનથાળ અને 44,696 ચીકીના પેકેટનું વિતરણ થયું.
આરોગ્ય વિભાગે 3,05,214 લોકોને સારવાર આપી. યાત્રિકોની સુરક્ષા માટે 1,43,869 બાળ સુરક્ષા કાર્ડનું વિતરણ કરાયું. આમ, ભાદરવી પૂનમ મહામેળાનું સફળ આયોજન થયું.

