ધાર્મિક@ગુજરાત: પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા થાય છે, માન્યતા શું છે ?

સ્કંદ એટલે કાર્તિકેય ભગવાન, અને એમની માતા એટલે સ્કંદમાતા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

જય માતાજી 🙏 પાંચમા નોરત ની કહાની - સ્કંદમાતાની

પાંચમું નોરતું એટલે સ્કંદમાતા. સ્કંદ એટલે કાર્તિકેય ભગવાન, અને એમની માતા એટલે સ્કંદમાતા.

કથા આવી છે:

તારકાસુર નામ નો એક બહુ મોટો અસુર હતો. એને વરદાન હતું કે શિવ નો દીકરો જ એને મારી શકે. બધા દેવ ગભરાઈ ગયા.

એ જ સમયે દેવો ની સેના હારી રહી હતી, તારકાસુરે સ્વર્ગ પર કબજો કરી લીધો.

ત્યારે પાર્વતી માતાએ પોતાના તેજ માંથી એક પુત્ર પેદા કર્યો - સ્કંદ (કાર્તિકેય). સ્કંદ નો જન્મ 6 મુખ સાથે થયો, એટલે 6 કૃતિકા માતાઓએ એને ઉછેર્યો.

સ્કંદ નાના હતા તોય બહુ શક્તિશાળી. માતા પાર્વતી હંમેશા એમને ખોળા માં લઈને બેસે, અને યુદ્ધ નું જ્ઞાન આપે. માતા ના ખોળા માં બેસીને જ સ્કંદે બધી યુદ્ધ વિદ્યા શીખી લીધી.

પછી એક દિવસ સ્કંદે તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને એને મારી નાખ્યો. દેવો એ માતા ને કહ્યું - તમે તો માત્ર માતા નથી, તમે તો સ્કંદ ની માતા, સ્કંદ ને યોદ્ધા બનાવનાર છો.

એટલે પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા થાય.

માન્યતા શું છે?

પાંચમા નોરતે જે સ્કંદમાતા ની પૂજા કરે, એના સંતાન ની બધી તકલીફ દૂર થાય, બુદ્ધિ વધે, અને માતા પોતાના બાળક ની જેમ ભક્ત ની રક્ષા કરે.

મૂર્તિ કેવી હોય?

માતા 4 ભુજા વાળા, ખોળા માં સ્કંદ બેઠા હોય, કમળ પર બેઠા હોય, અને સિંહ સવારી.

બોલો સ્કંદમાતા કી જય! 🙏