ધાર્મિક@ગુજરાત: આજે પોષ સુદ પૂનમ, જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ, માતાજી નગરચર્યાએ નીકળ્યાં
હજારો ભક્તોએ 'બોલો માડી અંબે, જય જય અંબે'ના નાદ સાથે માના આશીર્વાદ મેળવ્યા હતા.
Jan 3, 2026, 12:56 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે પોષ સુદ પૂનમ જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ. પવિત્ર અવસરે શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો છે. વહેલી સવારની મંગળા આરતીથી જ હજારો ભક્તોએ 'બોલો માડી અંબે, જય જય અંબે'ના નાદ સાથે માના આશીર્વાદ મેળવ્યા હતા.
આજના વિશેષ દિવસે ગબ્બરથી લાવવામાં આવેલી અખંડ જ્યોત અને ત્યાર બાદ માતાજીની હાથી પર સવારી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. સમગ્ર અંબાજી નગરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં મહાશક્તિ યાગ, અન્નકૂટ અને વિવિધ સામાજિક-સાંસ્કૃતિક ઝાંખીઓ દ્વારા માના પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

