ધાર્મિક@ગુજરાત: આજે નવમું નોરતું, જાણો સંપૂર્ણ કહાની

મહિષાસુર રાક્ષસ ને વરદાન હતું કે કોઈ પુરુષ એને મારી શકે નહિ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે નવમું નોરતું છે. મહિષાસુર રાક્ષસ ને વરદાન હતું કે કોઈ પુરુષ એને મારી શકે નહિ. એ બહુ અત્યાચાર કરવા લાગ્યો.

ત્યારે ત્રણેય દેવ - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બધા દેવતાઓ એ પોતાનું તેજ ભેગું કર્યું અને તેમાંથી એક દેવી બન્યા - મા દુર્ગા.

મા ને બધા દેવો એ હથિયાર આપ્યા અને સિંહ ને સવારી આપી.

પછી 9 દિવસ સુધી યુદ્ધ થયું:

9 દિવસ મા દુર્ગા એ અલગ અલગ 9 રૂપ લીધા, જેને આપણે નવદુર્ગા કહીએ છીએ.

રોજ એક રાક્ષસ ની સેના નો નાશ કર્યો.

10 મા દિવસે મહિષાસુર નો વધ કર્યો.

એટલે 10 મા દિવસ ને વિજયાદશમી / દશેરા કહીએ છીએ - સત્ય ની અસત્ય પર જીત.

આ 9 દિવસ માં મા પોતાના ભક્તો ના ઘરે આવે છે, એટલે આપણે ઘર સાફ કરીએ, દીવા કરીએ, ઉપવાસ કરીએ, ગરબા રમીએ.

9 માતાજી ના નામ યાદ છે ને?

1.શૈલપુત્રી 2. બ્રહ્મચારિણી 3. ચંદ્રઘંટા 4. કુષ્માંડા 5. સ્કંદમાતા 6. કાત્યાયની 7. કાલરાત્રી 8. મહાગૌરી 9. સિદ્ધિદાત્રી

બોલો જય માતાજી 🙏