ધાર્મિક@ગુજરાત: આવતી કાલે કાર્તિક પૂર્ણિમા: દેવતાઓની દિવાળી

શિવજીએ કર્યો હતો ત્રિપુરાસુરનો વધ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કાર્તિક પૂર્ણિમાના પાવન દિવસે એટલે કે દેવ દીપાવલી.આ દિવસે સૂર્યદેવને અર્ઘ્ય આપી દિવસની શરૂઆત કરવી જોઈએ. આ દિવસનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ મોટું છે.

પૌરાણિક કથા મુજબ, આ જ દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીએ બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી સોના, ચાંદી અને લોખંડના ત્રણ નગરોનું વરદાન મેળવ્યું હતું. આ વરદાનથી તેઓ અજેય બની ગયા હતા અને દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યા હતા.

દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રણેય નગરોનો નાશ કર્યો હતો. આ વિજયથી પ્રસન્ન થઈ દેવતાઓએ કાશીમાં ગંગા કિનારે દીપ પ્રગટાવી ઉત્સવ મનાવ્યો હતો. ત્યારથી આ દિવસને દેવ દીપાવલી અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.

દીપદાનનું મહત્ત્વ:

આ દિવસે સવારે ગંગા સ્નાન, શિવજીને જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરવું અને સાંજે પ્રદોષકાળમાં દીપદાન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. ઘરના આંગણા, તુલસી પાસે અને મંદિરમાં દીવો પ્રગટાવવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

તિથિ: 24 નવેમ્બર, મંગળવાર - કાર્તિક પૂર્ણિમા