ધાર્મિક@ગુજરાત: આજે કાળીચૌદશ, મહાકાળી માતાની કેવી રીતે પૂજા કરવી ?

આજના દિવસે પૂજા કરનારા ભક્તોની મા કાળી રક્ષા કરે છે
 
ધાર્મિક@ગુજરાત: આજે કાળીચૌદશ: કાળીચૌદશે મહાકાળી માતાની કેવી રીતે પૂજા કરવી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે કાળીચૌદશનો પવિત્ર તહેવાર છે. આ દિવસે મહાકાળીમાતાજીની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જે લોકો પણ મહાકાળીની પૂજા કરે છે, તેમના પર માતાજીની ખાસ કૃપા થાય છે. દીપાવલી મહાપર્વનો એક ખાસ દિવસ. આ દિવસ મા શક્તિની ઉપાસનાનો દિવસ છે. આજના દિવસે યોગ્ય પૂજન-અર્ચનથી મહાકાળી માતાની વિશેષ કૃપાદૃષ્ટિ મેળવી શકાય છે.

માતા મહાકાળીની પૂજાની અનેક પદ્ધતિઓ છે, તેમાં શ્રેષ્ઠ પદ્ધતિ કઈ એ ખૂબ જ મહત્ત્વનું છે. આજના દિવસે પૂજા કરનારા ભક્તોની મા કાળી રક્ષા કરે છે અને પરિવારને વિઘ્નોથી દૂર રાખે છે. આજના દિવસે માતા મહાકાળીને અડદનાં વડાં અને પૂરીનો ભોગ ધરવાનો વિશેષ મહિમા છે.