ધાર્મિક@ગુજરાત: આજે કાળીચૌદશ, જાણો નૈવેદ્ય અને પૂજાનાં મુહૂર્ત
દિવાળીના એક દિવસ પહેલાં કાળીચૌદશનો તહેવાર ઊજવવામાં આવે છે, જેને નરકચૌદશ અથવા નાની દિવાળી પણ કહેવામાં આવે છે.
                                          Oct 30, 2024, 14:29 IST
                                            
                                        
                                     
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં દિવાળીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. દેશભરના લોકો ધૂમધામથી દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. દિવાળીના એક દિવસ પહેલાં કાળીચૌદશનો તહેવાર ઊજવવામાં આવે છે, જેને નરકચૌદશ અથવા નાની દિવાળી પણ કહેવામાં આવે છે.
માન્યતા છે કે આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે, 30 ઓક્ટોબર બુધવારે રાત્રે મહાકાળી પૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવપૂજા અને તંત્ર-મંત્ર- યંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી-દેવતાની સાધનાનો પર્વ છે.
કાળી ચૌદશ તા.30 ઓક્ટોબરે બુધવારે આસો વદ 14 ને બપોરે 01.16 કલાકે શરૂ થશે જે બીજે દિવસે તા.31/10/2024 ને શુક્રવારે બપોરે 03.53 કલાક સુધી રહેશે.

