રિપોર્ટ@મોરબી: મળેલ નવજાત શિશુના મૃતદેહ અંગે સ્ત્રી સામે ગુન્હો નોંધાયો, જાણો વધુ

 ડીવીઝન પોલીસમાં ગુન્હો નોધાયો છે
 
રિપોર્ટ@મોરબી: મળેલ નવજાત શિશુના મૃતદેહ અંગે સ્ત્રી સામે ગુન્હો નોંધાયો, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ થતા જ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે દોડી જઈને તપાસ હાથ ધરી છે તેમજ બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસમાં ગુન્હો નોધાયો છે

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી 1 પ્રકાશ ડેરી પાછળ થી ગત તા.5 ના રોજ બપોરના સુમારે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ થતા જ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ દોડી જઈને તપાસ હાથ ધરી છે તો બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધાયો છે જેમાં જણાવ્યું છે કે અજાણી સત્રીએ બાળકનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વખતે મરણ ગયેલ નવજાત શિશુના મૃતદેહને ઈરાદા પૂર્વક છુપાવેલ તથા છુપાવવાનો પ્રયાસ કરી નવજાત શિશુ (ઉ.આશરે ૩૦ થી ૩૨ અઠવાડિયા) વાળાને ત્યજી દઈને ગુન્હો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.