રિપોર્ટ@અમદાવાદ: ડ્રાઈવરે પગ પર બસ ચઢાવી દેતા 2 શખસ રોષે ભરાયા, જાણો વધુ વિગતે

આ મામલે બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
રિપોર્ટ@અમદાવાદ: ડ્રાઈવરે પગ પર બસ ચઢાવી દેતા 2 શખસ રોષે ભરાયા, બસમાં તોડફોડ કરી, ડ્રાઇવરને માર માર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તાર પાસે મોડી રાત્રે BRTS બસના ચાલકે એક રાહદારીના પગ પરથી બસ ચડાવી  દીધી હતી. 2 શખ્સોએ ભેગા મળીને BRTS બસના કાચ તોડી બસમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત બસના ડ્રાઇવરને પણ બસમાંથી ઉતારીને માર માર્યો હતો. આ મામલે બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વેજલપુરમાં રહેતા મહેબૂબ મંડલીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનો ફરિયાદ નોંધાવી છે કે, તેઓ છેલ્લા 4 વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને BRTS બસ ચલાવે છે. ગઈકાલે રાત્રે છેલ્લી ટ્રીપ સાણંદ ચોકડીથી જય મંગલ સુધીની હતી. જેમાં તેઓ જય મંગલ સ્ટોપ પાસે આવ્યા અને બસ લઈને શાસ્ત્રીનગર ચાર રસ્તાથી નારણપુરા બસ ડેપો ખાતે મૂકવા જતા હતા ત્યારે વળાંક પર બસની ખાલી સાઈડના ટાયરમાં એક રાહદારીનો પગ આવી ગયો હતો. જેથી, તેમણે બસની બ્રેક મારી હતી. જે બાદ બસ સાઈડમાં ઊભી રાખતા રાહદારી પગ પકડીને બેસી ગયો હતો.

મહેબૂબભાઈ બસ લઈને થોડા આગળ ગયા ત્યારે બે શખસોએ હાથમાં લાકડી અને પાઇપ વડે અકસ્માત કેમ કર્યો છે તેમ કહી બસનો કાચ તોડીને બસમાં તોડફોડ કરી હતી.મેહબૂબભાઈને બસમાંથી નીચે ઉતારીને લાફા અને ફેટ મારી દીધી હતી. આ બનાવ બનતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.પોલીસને જાણતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. મહેબુબભાઇએ સમગ્ર બાબતે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.